મોહિત રૈનાથી લઈને પુલકિત સમ્રાટ સુધી, આ 6 સ્ટાર્સ સાથે મૌની રોયનું રહ્યું હતું અફેયર્સ, જાણો લિસ્ટમાં કોણ કોણ છે સામેલ…

મોહિત રૈનાથી લઈને પુલકિત સમ્રાટ સુધી, આ 6 સ્ટાર્સ સાથે મૌની રોયનું રહ્યું હતું અફેયર્સ, જાણો લિસ્ટમાં કોણ કોણ છે સામેલ…

નાના પડદાથી લઈને મોટા પડદા સુધી પોતાના ગ્લેમરથી લોકોનું દિલ જીતનારી અભિનેત્રી મૌની રોય પોતાના લગ્નને લઈને ખૂબ હેડલાઈન્સ બનાવી રહી છે. 27 જાન્યુઆરી 2022ના રોજ અભિનેત્રી મૌની રોયે ગોવામાં પોતાના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે. હવે મૌની રોય સૂરજ નામ્બિયારની પત્ની બની ચૂકી છે.

Advertisement

ભલે મૌની રોય હવે સૂરજ નામ્બિયાર સાથે લગ્નના બંધનમાં બંધાઈને હંમેશા હંમેશા માટે તેની બની ચૂકી છે પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે તેનું નામ ઘણા અભિનેતાઓ સાથે જોડવામાં આવ્યું હતું. જી હા આજે અમે તમને આ લેખના માધ્યમથી મૌની રોયના એક્સ બોયફ્રેન્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ આ લિસ્ટમાં કોના કોના નામ શામેલ છે.

Advertisement

મોહિત રૈના: ટેલિવિઝનના પ્રખ્યાત અભિનેતા મોહિત રૈનાને કોણ નથી જાણતું. મોહિત રૈનાને સૌથી વધુ પ્રસિદ્ધિ “દેવોં કે દેવ મહાદેવ” નામની હિંદી ટીવી સિરિયલથી મળી છે, જેમાં તેણે ભગવાન શિવજીનું પાત્ર નીભાવ્યું હતું, જે લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. આ સીરિયલમાં સતીના પાત્રમાં મૌની રોય જોવા મળી હતી.

Advertisement

અભિનેત્રી મૌની રોયનું નામ તેના કો-સ્ટાર અને અભિનેતા મોહિત રૈના સાથે જોડાયું હતું. જી હા બંને ઘણીવાર એકસાથે સમય પસાર કરતા જોવા મળ્યા હતા. જો કે બંનેમાંથી કોઈએ કોઈએ પણ પોતાના આ સંબંધોની પુષ્ટિ કરી ન હતી. એક રિપોર્ટમાં એ જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2018માં આ બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા.

Advertisement

ગૌરવ ચોપરા: મૌની રોય અને ગૌરવ ચોપરા વચ્ચે પણ અફેરના સમાચાર હેડલાઈન્સમાં બની રહ્યા હતા. જી હા ટીવીના જાણીતા અને દમદાર અભિનેતા ગૌરવ ચોપરા અને મૌની રોય એ થોડા સમય પહેલા જ પોતાના અફેરને લઈને ખૂબ હેડલાઈન્સ બનાવી હતી. અહી સુધી કે મૌની રોય આ સંબંધને લઈને એટલી વધારે ગંભીર હતી કે તેણે આ સંબંધની ઓફિશિયલ જાહેરાત પણ કરી દીધી હતી.

Advertisement

મૌની રોય અને ગૌરવ ચોપરાનો આ સંબંધ લગભગ 2 વર્ષ સુધી ચાલ્યો. એ પણ સમાચાર સામે આવ્યા હતા કે બંને એકબીજા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે પરંતુ વર્ષ 2017માં તે એકબીજાથી અલગ થઈ ગયા હતા. બંનેએ ક્યારેય પણ બ્રેકઅપનો ખુલાસો નથી કર્યો. આ બંને એકસાથે સિરિયલ ‘પતિ પત્ની ઔર વો’માં જોવા મળી ચૂક્યા છે.

Advertisement

પુલકિત સમ્રાટ: અભિનેતા પુલકિત સમ્રાટ અને અભિનેત્રી મૌની રોય સીરિયલ ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’માં એકબીજા સાથે કામ કરી ચુક્યા છે અને આ સીરિયલથી જ તે બંને એકબીજાની ખૂબ જ નજીક આવ્યા હતા, ત્યાર પછી આ સમાચાર સામે આવ્યા હતા કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ તેમણે ક્યારેય પણ પોતાના આ સંબંધ પર ખુલીને વાત નથી કરી.

Advertisement

અયાન મુખર્જી: ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સાથે જોવા મળેલી મૌની રોયનું નામ આ ફિલ્મના અયાન મુખર્જી સાથે પણ જોડવામાં આવ્યું હતું. જો કે, બંનેમાંથી કોઈએ પણ પોતાના સંબંધો વિશે ખુલીને વાત નથી કરી. તે હંમેશા એકબીજાને મિત્ર બતાવતા રહ્યા.

Advertisement

સૂરજ નામ્બિયાર: અભિનેત્રી મૌની રોયનું નામ દુબઈના બેંકર સૂરજ નામ્બિયાર સાથે ઘણા લાંબા સમયથી જોડાઈ રહ્યું હતું. મૌની અને સૂરજ એકબીજાને વર્ષ 2019 થી ડેટ કરી રહ્યા હતા. આટલું જ નહીં પરંતુ મૌની રોયે ક્યારેય પણ પોતાના સંબંધને લઈને ખુલીને વાત નથી કરી. પરંતુ છેવટે અભિનેત્રી મૌની રોય, સૂરજ નામ્બિયાર સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ.

Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..

Advertisement

ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે..

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!