“જેસા બાપ વૈસા બેટા, જૈસી માં વૈસી બેટી” આ કહેવત તો તમે બધા ઘણીવાર સાંભળી હશે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે જે “જૈસી સાસ વૈસી બહુ” ? ખરેખર આવું ખુબ જ ઓછું જોવા અને સાંભળવા મળે છે.
એટલા માટે આજે અમે તમને બોલિવુડની એવી ૫ સાસુ-વહુની જોડી વિશે જણાવવા જઈ રહ્યા છે, જે ફિલ્મોમાં અભિનેત્રી તરીકે કામ કરી ચુકી છે. હકિકતમાં તમે સાસુ અને વહુ બંનેને એક્ટિંગનો જલવો બતાવતા જોઈ ચુક્યા હશો.
ઐશ્વર્યા રાય અને જયા બચ્ચન….. વર્ષ ૧૯૯૪ માં “મિસવર્લ્ડ” નો તાજ પોતાના નામે કરવા વાળી ઐશ્વર્યા રાય વર્તમાન સમયમાં બચ્ચન પરિવારની વહુ છે. ઐશ્વર્યા એ વર્ષ ૨૦૦૭ માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતાં. આ લગ્ન સાથે જ જયા બચ્ચન ઐશ્વર્યાની સાસુ બની ગઈ હતી.
મહત્વપુર્ણ છે કે જયા પણ પોતાના જમાનાની સારી અભિનેત્રી હતી. હાલનાં દિવસોમાં જયા એ ફિલ્મોમાં આવવાનું લગભગ બંધ કરી દીધું છે. જોકે ઐશ્વર્યા લગ્ન બાદ પણ ફિલ્મોમાં નજર આવે છે. ઐશ્વર્યા અને જયા વચ્ચે ખુબ જ સારો સંબંધ છે.
કરીના કપુર અને શર્મિલા ટાગોર….. વર્ષ ૨૦૧૨ માં જ્યારે કરિના કપુરે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતાં તો ઘણા લોકોના હોંશ ઉડી ગયા હતાં. તેનું કારણ એ હતું કે સૈફ પહેલાથી જ છુટાછેડા લીધેલા હતાં. તેવામાં કરિના ઉંમરમાં સૈફ થી ૧૦ વર્ષ નાની હોવા છતાં પણ તેમની સાથે લગ્ન કરવાનું યોગ્ય સમજ્યું હતું.
વર્તમાન સમયમાં કરિના અને સૈફ ખુબ જ ખુશ છે. કરીનાની સાસુ શર્મિલા ટાગોર પોતાના જમાનાની ફેમસ એક્ટ્રેસ છે. કરિના અને શર્મિલા વચ્ચેનો સંબંધ ખુબ જ મધુર છે. તે બંનેને અંગતમાં ખુબ જ બને છે. તેઓ એકબીજાને ખુબ જ સન્માન પણ આપે છે.
માન્યતા દત્ત અને નરગીસ….. માન્યતા દત્ત બોલીવુડ એક્ટર સંજય દત્તની ત્રીજી પત્નિ છે. સંજયની માતા નરગીસ પોતાના જમાનાની શ્રેષ્ઠ એક્ટ્રેસમાંથી એક હતી. કેન્સરનાં કારણે નરગીસનું નિધન થઈ ગયું હતું. સંજયની પહેલી પત્નિ ઋચાનું પણ કેન્સરના કારણે નિધન થઈ ગયું હતું.
વળી સંજયની બીજી પત્નિ સાથે તેમના છુટાછેડા થઇ ગયા હતાં. તેવામાં સંજયે માન્યતા સાથે ત્રીજા લગ્ન કર્યા હતાં. માન્યતા સંજય સાથે લગ્ન કરતાં પહેલા અમુક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. દુર્ભાગ્યવશ નરગીસનું પહેલા મૃ-ત્યુ થઈ જવાના કારણે તે પોતાની વહુ માન્યતાને ક્યારેય મળી શકી નથી.
સોહા અલી ખાન અને જ્યોતિ ખેમુ….. સૈફની બહેન સોહા અલી ખાને એક્ટર કુણાલ ખેમુ સાથે વર્ષ ૨૦૧૫ માં લગ્ન કર્યા હતાં. તમારામાંથી ઘણા લોકો એ વાત જાણતા નહિ હોય કે કુણાલની મમ્મી જ્યોતિ ખેમુ પણ ફિલ્મમાં અભિનેત્રી તરીકે કામ કરી ચુકી છે. આ રીતે સોહાની સાસુ પણ પોતાના જમાનામાં એક અભિનેત્રી હતી. સોહા પોતાના ઘરની એક આદર્શ વહુ છે અને તેમને સાસુ જ્યોતિ સાથે સારી બોન્ડીંગ છે.
એકતા સાહની અને નુતન….. જુના જમાનાની ફેમસ અભિનેત્રી નુતન ને બધા જાણતા હશે. નુતન નો દિકરો મોહનીશ બહલ પણ એક જાણીતો અભિનેતા છે. મોહનીશ એ એકતા સહાની નામની યુવતિ સાથે લગ્ન કર્યા હતાં. એકતા પણ ફિલ્મ અને ટીવી સીરીયલ અભિનેત્રી તરીકે વર્ક કરે છે. નુતન ના નિધનનાં એક વર્ષ બાદ મોહનીશ-એકતાનાં લગ્ન થયા હતાં. એટલા માટે આ સાસુ-વહુ પણ એકબીજાને ક્યારેય મળી શકી નહોતી.
પ્રિયંકા ચોપરા અને ડિઝાઇન મિલર જોનાસ….. નિક જોનાસની માતા ડેનિસ મિલર-જોનાસે અમારી દેશી ગર્લ પ્રિયંકા ચોપરાને કોઈપણ ફરિયાદ વિના તેની વહુ બનાવવાનું નક્કી કર્યું હતું. આ આધુનિક સાસુ-વહુની જોડી એકબીજામાં ખૂબ સારી લાગે છે.
જેનેલિયા ડિસોઝા અને વૈશાલી દેશમુખ…… જેનેલિયા અને વૈશાલીની સાસ બહુ જોડી બોલિવૂડની ખાસ જોડીમાંથી એક છે. વાસ્તવિક જીવનમાં જેનેલિયાના શ્વાસ, વૈશાલી જેનેલિયાનું ખૂબ ધ્યાન રાખે છે. તેમની સાથે ઘણી સમજણ છે.
નતાશા દલાલ અને કરુણા ધવન….. લગ્ન પહેલા, જ્યારે નતાશા અને વરુણ ધવન એકબીજા સાથે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ તરીકે રહેતા હતા, ત્યારે તેમની માતા કરુણા ધવને તેને પોતાની વહુ તરીકે સ્વીકારી હતી. સાસુ અને વહુ વચ્ચે ઘણો પ્રેમ અને સમજ છે.
રાની મુખર્જી અને પામેલા ચોપરા…… લગ્ન બાદ પામેલા ચોપરા તેની પુત્રવધૂ રાની મુખર્જીનું સ્વાગત કરવા માટે બેતાબ હતી. આ સાસ બહુ જોડી ખૂબ પ્રશંસનીય છે. આ બંનેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે.
Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..
ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.